Crime in the name of religion


        કેમ છો મિત્રો બધા મજામાં. તો આજે હું એક એવા વિષય પર વાત કરવા નો છું. જેનો વિષયાંગ સાંભળીને તમે લોકો જરુર ખરાબ ટિપ્પણી કરશો. પણ "જે સત્ય છે તે ગમે તેટલું સત્ય બોલ છો તો પણ સામે વાળી વ્યક્તિ ને તે અસત્ય જ લાગે છે. જયારે વાત આવે અસત્ય ની તમે ગમે તેટલું અસત્ય બોલ છો તે સામે વાળી વ્યક્તિને સત્ય લાગે છે" આથી કહી શકીયે કે ઘોર કલયુગ છે. હવે વાત કરીએ મૂળ વિષય ની તો આ વાત છે એક અસાંસ્કૃત ભારત દેશની.
              આપણે જાણવી છીએ કે ભારત એક પ્રાચીન સભ્યતા ધરાવતો દેશ છે. પણ આ દેશ હજુ એટલો જ પછાત છે જેમાં હજુ કોઈ સુધારો નથી આવ્યો. ભારત દેશ ને એક પ્રકારનો રાજકારણ ધરાવતો દેશ કહી શકાય. આ દેશ માં હજુ કોઈ નેતા બને પછી તે નેતા પછી તેનો છોકરો-છોકરી જ નેતા બને છે જેનું માત્ર ને માત્ર એક જ કારણ છે આ દેશ માં રહેલી જનતા અભણ છે. પણ આપણે કાંઈ કહી ન શકીએ. ભારત માં હજુ ક્યાંક ખોટું થઇ રહ્યું છે. હજુ અમુક જગ્યાએ ઉંચ-નીચ, જાતિવાદ, રંગ-ભેદ, અમીર-ગરીબ જેવો વિરોધાભાસ હજુ દેખાય રહ્યો છે.
                   ભારત માં લોકો હજી અંધશ્રદ્ધા વાળું જીવન જીવે છે. તેનું કારણ લોકો ની અપંગ બુદ્ધિ. તો કેમ? લોકો અત્યારે સત્ય ને બદલે અત્યારે અસત્ય અપનાવે છે. આ છે મોટામાં મોટી ભૂલ છે.'જયારે લોકો ને પોતાના ઘર કરતા બીજા ના ઘર ની વધારે ચિંતા હોઈ છે. પોતાના જીવન કરતા વધારે બીજા ના જીવનની વધારે ચિંતા હોઈ છે' તો કેમ જાણો:- "કયો અભિનેતા બીમાર પડી ગયો. બસ આ વાત સાંભળીને તો અમુક લોકો તો ખાવાનું મૂકી દે છે." આ તો આપણા ભારત દેશ ની મહાનતા છે.
                    સાચી શ્રદ્ધા કોને કહેવાય? તેવો તમને કોઈ ને પ્રશ્ર્ન ઉભો થયો. મને નથી લાગતું તમને આ પ્રશ્ન તમારા મન ઉભો નથી થયો. તો હું જ કહું સાચી શ્રદ્ધા કોને કહેવાય તો વાંચો અને તમારા મનમાં તેની છબી ઉત્ત્પન કરો. બધા લોકો મંદિર માં લાખો-કરોડો નું દાન કરે છે. તે શ્રદ્ધા નથી તે માત્ર ને દેખાડો છે. સાચું દાન ભૂખ્યા ને ભોજન જમાડવા નું છે, લોકો ની અને પ્રભુ નિસ્વાર્થ પણે ભક્તિ કરે તેને સાચી શ્રદ્ધા કહેવાય. હા, પછી તે ભલે ગરીબ હોઈ કે અમીર હોય પણ ભગવાન તેને ખરાબ સમય માં તેને મદદ જરુર કરે છે. જયારે કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે કે પોતાના ભવ્યતા ના જીવન માટે તે ભગવાન ચરણ માં ભલે લાખો નું કે કરોડો ની વસ્તુ અર્પણ કરે છે. તેનું માનવું એમ છે કે ભગવાન ને મોંઘા માં મોંઘી વસ્તુ ચડાવાથી ભગવાન તેની વાત પેલા માનસે તે વાત સાવ ખોટી છે. ભગવાન પાસે અઢળક સંપત્તિ છે તે કોઈની સંપત્તિ નો ભૂખ્યો નથી તે તો બસ લોકો ની સાચી ભક્તિ નો પ્રેમી છે. તેમને તો કીધું છે -"તું મનુષ્ય ખાલી કર્મ કર્યો જા તું ફળ ની ચિંતા કરમાં. તું માત્ર ને માત્ર સેવા કર. " પણ આ વાત મગજ માં કોણ લે મનુષ્ય તો દિવસે ને દિવસે સ્વાર્થ઼ી થતો જાય છે. લોકો ભગવાન ને ખરાબ સમયમાં કે કોઈ તહેવાર પૂરતા જ યાદ કરે છે. ક્યારેય કોઈએ સારા સમય માં ભગવાન ને યાદ કર્યા??



written by: - ​​jay italiya

Website: - https://jayitaliyad.blogspot.com/



Instagram: - jayitaliya007

2 Comments